/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/Gujarat-election-2012.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર રાજકીયપક્ષો દ્વારા નવેમ્બર માંથી વિધિવત રીતે શરૂ કરવામાં આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ પીએમ ડો.મનમોહન સિંઘ, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતનાં દિગજ્જ નેતાઓ સભાઓ ગજવશે.
રાહુલ ગાંધી તારીખ 1 થી 3 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 2 નવેમ્બરે ગાંધીનગર અક્ષરધામની રજતજયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. જ્યારે અમિત શાહ 3 નવેમ્બરે સુરતનાં પ્રવાસે આવશે.
વધુમાં કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી,કેન્દ્રીય મંત્રીમંડળનાં મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં સભા સંબોધશે.
આ ઉપરાંત તારીખ 7મી નવેમ્બરે અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ,તારીખ 6 થી 9 નવેમ્બરમાં સામ પિત્રોડા સમગ્ર ગુજરાતમાં અને તારીખ 18 - 19 નવેમ્બરે પૂર્વ મંત્રી શશી થરૂર પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જયારે કોંગ્રેસનાં યુવાનેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઈલોટ સહિતનાં નેતાઓ પણ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે તેમ જાણવા મળ્યુ છે.