ગુજરાતમાં બન્યો દેશનો સૌથી મોટો વોટરપાર્ક

New Update
ગુજરાતમાં બન્યો દેશનો સૌથી મોટો વોટરપાર્ક

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામ ખાતે દેશનો સૌથી મોટા વોટરપાર્કનું આજે સીએમના હસ્તે ઉદ્ધાટન થશે. ધ એન્જોય સિટી વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કનું એમ.ઓ.યુ. વર્ષ-2017માં થયેલા વાઇબ્રાન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવ્યું હતું. પાર્કમાં 73 પ્રકારની વિવિધ સુવિધા, 150 પાર્ક રાઇડ્સ, 280 હોટલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે એડવેન્ચર પાર્ક, થીમ પાર્ક, એમ્યુસમેન્ટ પાર્ક તેમજ ફ્લાવર પાર્કનું આયોજન છે.

200 એકર જમીનમાં બની રહેલી ધ એન્જોય સિટીમાં વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક, ફ્લાવર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, થીમ પાર્ક, રિવરફ્રન્ટ, ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જેમાં હાલ વોટર પાર્ક બનીને તૈયાર છે. જેનું સીએમના હસ્તે ઉદ્ધાટન થશે.

ધ એન્જોય સિટીના લોકાર્પણ પ્રસંગે આજે બોલિવુડની જાણીતી સિંગર નેહા કક્કરની મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ટીવી આર્ટિસ્ટ જેનીફર વિંગેટ પણ ઉપસ્થિત રહેશે.

Latest Stories