ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, થયા વીજળીના કડાકા

New Update
ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, થયા વીજળીના કડાકા

સમગ્ર ગુજરાતમાં શનિવારની મોડી રાત્રે વરસાદે ધમાકેદાર અન્ટ્રી કરી હતી. ભારે પવનો સાથે આવેલા વરસાદને કારણે તમામ પંથકમાં વીજળી ગુલ થઈ જવાથી અંધારપટ છવાયો હતો. અંદાજે 60 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. જેના પગલે ક્યાંક રસ્તાઓ ઉપર પડેલા વૃક્ષોને કારણે વાહન વ્યવહાર ઉપર પણ અસર જોવા મળી છે.

publive-image

દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, ભરૂચ, નર્મદા સહિત વડોદરા જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. તો સૌરા।ટ્રનાં અમુક જિલ્લાઓમાં જાણે પ્રિ મોન્સુનની શરૂઆત થઈ ગઇ છે. અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક જિલ્લામાં મેધરાજએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મુશળધાર વરસાદ સાથે જુન 2018નું ચોમાસું હવે આવી ગયું છે. સૌરાષ્ટ્ર પંથક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી છે.

publive-image

વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદે એક તબક્કે મધરાતે પણ જાણે લોકોને દોડતા કર્યા હતા. તો વળી સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાં કેટલાંક સ્થળોએ ઘરોનાં છાપરાં ઉડ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. જોકે જાનહાનીના કોઈ સમાચાર હાલ સુધી સામે આવ્યા નથી.

Latest Stories