/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/f14db914-d2bc-46f3-9c05-06137bfdb39a.jpg)
ભરૂચ જિલ્લામાં યાત્રાની શરૂઆત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જંબુસર થી કરી હતી, અને તેઓએ સભાને સંબોધન કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે તેઓએ દેશનાં દરેક રાજ્યમાં ગયા છે,પરંતુ પ્રથમ વખત એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં સમાજમાં ક્યાં ખુશી નથી લાગતી.અને ગુજરાતમાં ફક્ત 5 થી 10 મોટા ઉદ્યોગપતિઓ જ ખુશ હોવાનું જણાવ્યુ હતુ.
વધુમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે મોદીએ ટાટા નેનો માટે 33000 કરોડની લોન ફ્રી આપી,આટલામાં ગુજરાતનાં ખેડૂતોનાં દેવા માફ કરી શકયા હોત.ગુજરાતમાં ખેડૂતોની કફોડી બની છે. મેક ઈન ઇન્ડિયામાં કોઈ પ્રોડક્ટ મેડ ઈન ગુજરાત કે મેડ ઈન ઇન્ડિયા નથી દરેક મેડ ઈન ચાઈના છે.
ગાંધીએ સ્વિસ બેન્કનાં મુદ્દે જણાવ્યુ હતુ કે ત્રણ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, કેટલા લોકોનાં સ્વિસ બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને સરકારે જેલમાં પૂર્યા. આ ઉપરાંત દરેક લોકો જાણે છે નોટબંધી સરકારની ભૂલ છે પણ સરકારએ સ્વીકરવા તૈયાર ન હોવાનું જણાવ્યુ હતુ.