ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની ધુરા સંભાળશે

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની ધુરા સંભાળશે
New Update

ગુજરાત વિધાસનભાનાં ચૂંટણી પ્રચાર માટે પીએમ નરેન્દ્ર મોદી 27 નવેમ્બર અને 29 નવેમ્બરનાં રોજ ગુજરાતમાં રેલીઓ સંબોધશે. મોદી ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસમાં વિવિધ જનસભા કરશે.

ભાજપ નેતા ભુપેન્દ્ર યાદવે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી 27 નવેમ્બરનાં રોજ સવારે 11 વાગ્યે ભૂજથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કરશે. બાદમાં દોઢ વાગ્યે બીજી સભા જસદણમાં અને ત્રણ વાગ્યે ધારીમાં ત્રીજી સભાને સંબોધશે. જયારે સાંજે સવા પાંચ વાગ્યે સુરતનાં કામરેજમાં રેલીને સંબોધશે.

બાદમાં 29 નવેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદી મોરબી, સોમનાથ, ભાવનગર, નવસારીમાં ચૂંટણી સભા ગજવશે. 11 વાગ્યે રાજકોટના મોરબીમાં કરશે સભા, સોમનાથના પ્રાચીમાં દોઢ વાગ્યે અને સાડા ત્રણ વાગ્યે પાલીતાણામાં સભા સંબોધશે. બાદમાં સાંજે સાડા પાંચ વાગ્યે નવસારીમાં સભાને સંબોધન કરશે.

#Gujarat Election 2017 #પ્રસંગ
Here are a few more articles:
Read the Next Article