/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/IMG-20171205-WA0002.jpg)
તમિલનાડુ, કેરળથી શરૂ થયેલું ‘ઓખી’ વાવાઝોડું હવે ગુજરાત - સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા તરફ આગળ વધ્યું છે. 70 કિમીની ઝડપે આવી રહેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પ્રભાવિત કરે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. 4 થી 7 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષૈત્રમાં ભારે થી અતિભારે તીવ્રતાવાળું ‘ઓખી’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના કારણે ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જોકે મોડી રાતથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યનાં ભાવનગર, અમદાવાદ, સુરત તરફથી ચક્રવાત પસાર થશે. સુરત પાસેના દરિયાકાંઠેથી દક્ષિણ, દક્ષિણ- પશ્ચિમ દિશામાં 870 કિલોમીટર દૂર રહેલું ઓખી વાવાઝોડું 5મીની મધરાત્રિએ ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શે તેવી સંભાવના છે. આથી, રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયુ છે.
તારીખ 4થી ડિસેમ્બરની રાત થી જ સમગ્ર રાજ્યમાં શિયાળામાં વરસાદી ઋતુનો માહોલ જામ્યો છે.જેના કારણે શિયાળુ પાકમાં નુકશાનીની ભીતિ સેવાય રહી છે. ભવનગર, રાજકોટ, અમદાવાદ, ભરૂચ,સુરત સહિતનાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.