/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdsad-3.jpg)
જિલ્લામાં 7000થી વધુ વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી
ભરૂચ જિલ્લા પોલીસે લોકસભાની ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી છે ભરુચ જિલ્લામાં 19 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને 52 જેટલા આરોપીઓને તડીપાર કરાયાં છે. બીજા 7 હજારથી વધુ આરોપીઓ સામે પણ કાર્યવાહી કરાઇ છે.
આવનાર લોકસભા ચૂંટણી માટે ભરુચ જિલ્લા પોલીસ પ્રસાસન વધુ સચેત થઈ ગયું છે. જિલ્લામાં ચૂંટણી ટાણે કોઇ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસે ખાસ તકેદારી રાખી રહી છે. ભરૂચ જિલ્લામાં કુલ 7017 વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી તેમના જામીન લેવાની કવાયત હાથ ધરી છે.
ગુનાહિત આરોપીઓ સામે આઇપીસી (107) (1144) ,આઇપીસી (109) (239) ,આઇપીસી (110) (4176) ,આઇપીસી (151) (805),પ્રોહિબીશન ગુના હેઠળ (93) (553) જિલ્લામાં 23 લોકોના હથિયારના લાઇસન્સ રદ કરાયાં ભરૂચ જિલ્લાના (1708) પરવાનેદારો પૈકી 1591 પારવાનેદારોના હથિયાર જમા કરાયાં.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે હથિયારો જમા કરવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના કુલ 1708 પરવાનેદારો પૈકીના 1591 પરવાનેદરોના હથિયારો જમા કરાયાં છે.