ચોથી જાગીરનો આલબેલ : ઈલેક્શન કોન્ક્લેવ : જનાદેશ ૨૦૧૭

New Update
ચોથી જાગીરનો આલબેલ : ઈલેક્શન કોન્ક્લેવ : જનાદેશ ૨૦૧૭

ભરૂચના ચોથી જાગીરના પ્રહરીઓએ એ પુરવાર કર્યું કે સંગઠનમાં શક્તિ છે. સતત અઢી કલાક સુધી ‘ઈલેક્શન કોન્કલેવ’ ‘એક રૂકા હુઆ ફેંસલા’ જનાદેશ ૨૦૧૭ બાળદિને પ્રસારિત કરી જીવંત પ્રસારણ જોઈ રહેલા લાખો દર્શકોને પુખ્તતાના દર્શન કરાવ્યા.

ચેનલ નર્મદા, સીટી ચેનલ, ઈન ભરૂચ અને વેબ પોર્ટલ કનેક્ટ ગુજરાતનો સંયુકત પ્રયાસ હતો.

publive-image

એમ.આઈ.પટેલ રોટરી યુથ સેન્ટરના પી.ડી.શ્રોફ રોટરી હોલને ચૂંટણી પૂર્વે દુલ્હનની જેમ સજાવ્યો હતો. એકસાથે ૫૦ થી વધુ માઈક, પાંચ પ્રશ્નકર્તા, બીજે છેડે પાંચ એક્ષપર્ટ અને વિશ્લેષક, પ્રશ્નકર્તાની ડાબી બાજુ બીજેપી, ડોક્ટર્સ, એડવોકેટ્સ, સિનિયર સિટિઝનસ્, પત્રકાર. જમણી બાજુએ ઉદ્યોગપતિઓ, કોંગ્રેસ, જનતાદળ(યુ), વેપારી, કોન્ટ્રાકટર્સ, બિલ્ડર્સ, ધરતીપુત્રો. બન્નેની પાછળ આમંત્રિત મહેમાનો, જીવંત પ્રસારણ કરનારાની ૯ ટીમ. હોલની મધ્યમાં ૬ કેમેરામેન. કાર્યક્રમ ચાલુ થયો એ પૂર્વે હોલમાં ૮૭ જણાં પોતાના સ્થાન પર શિસ્તબધ્ધ બેસી ગયા હતા.

પ્રારંભિક સૂચના નરેશ ઠક્કરે આપી. મેં પ્રસ્તાવના રજૂ કરી ઓવર ટુ હરીશ જોષી કહી ‘ઈલેક્શન કોન્કલેવ’ ‘એક રૂકા હુઆ ફેંસલા’ જનાદેશ ૨૦૧૭ કાર્યક્રમ શરૂ થયો. એન્કર્સમાં દિગ્વિજય પાઠક, શબ્બીર ચોકવાલા, દિનેશ મકવાણા સાથીઓ હતા. એક્ષપર્ટ વિશ્લેષકમાં યોગેશ પારીક, ઈદ્રિશ કાઉજી, જીગર દવે અને કેતન રાણા સાથીઓ હતા. ત્રણ રાષ્ટ્રીય પક્ષનાં હોદ્દેદારોએ નામ, પક્ષ અને હોદ્દો જણાવ્યો.

publive-image

સ્થાનિક પ્રશ્નોની ચર્ચા થઈ, શું થયુ ? શેના લીધે આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ, લીડરશીપ કઈ પાર્ટીમાં કયા સ્તરે સબળ છે અને સ્થાનિક કક્ષાએ પ્રશ્નોની રજુઆત કરવામાં અને તેને પરિણામલક્ષી બનાવવામાં નબળી પડે છે. આદિવાસી પટ્ટી પર કેવા સમીકરણો રચાશે, મધ્યમ વર્ગ કેટલો રહેંસાયો ? જી.એસ.ટી.ના લાભાલાભ, નોંટબંધીની આગામી ચૂંટણી પર થનારી અસરો, રાજકીય પક્ષોએ પોતે શાહુકાર છે, સામેવાળો પાપી છે, એ કહેવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો. ડોક્ટરોએ પાયાના પ્રશ્નો રજૂ કર્યા જે વિશે આજસુધી આંખ આડા કાન કરવામાં આવ્યા છે. સી.એ. બોલ્યા, ધરતીપુત્રોનો આક્રોશ બધાને કાને પડ્યો. પત્રકારોએ આંદોલનકારીઓ આવેદનપત્ર આપે પછી પ્રતિપોષણ થતું જ નથી એનો રંજ રજુ કર્યો. નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણીના નામ બોલાયા. ‘હાર્દિક’ ખૂબ ચર્ચાયો. પાટીદાર આંદોલન, અનામત, શક્તિસિંહ ગોહિલ, અહમદભાઈ પટેલ લગભગ બીજા ૨૫ નામોનો ઉલ્લેખ થયો. સી.ડી. ફરતી થઈ જેનો લાભ લેવા, સીડી પર ચઢીને મત મળવાના છે, એવી આક્ષેપબાજીથી હોલ ગૂંજતો રહ્યો. રોજગારીનો પ્રશ્ન ચગ્યો. જી.આઈ.ડી.સી.ની ભરમાર છે છતાં સ્થાનિક બેકારી છે.

publive-image

અંતે મા નર્મદાના નીરથી તરસે છે ભરૂચવાસીઓ નદી દરિયો બંને એ પહેલા પુન:પીવાલાયક પાણી મળે એ માટે આંદોલન કરવું પડે તો જાગૃત નાગરિકોએ તૈયારી બતાવી. સિવિલ હોસ્પિટલ શોભાના ગાઠિયાં જેવી છે, જ્યાં ભ્રષ્ટાચાર છે, તેની સામે ફરિયાદ કરનાર ફરિયાદી નથી. સો વાતની એક વાત આવા કાર્યક્રમ ચોથી જાગીર કરતી રહે તો ચોક્કસ ગાંધીનગર અને દિલ્હીનું તંત્ર કુંભકર્ણની નિદ્રા માંથી જાગશે.

Latest Stories