જંબુસર ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા તાલુકા કક્ષાનો સહકારી શૈક્ષણિક સેમિનાર યોજાયો

New Update
જંબુસર ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા તાલુકા કક્ષાનો સહકારી શૈક્ષણિક સેમિનાર યોજાયો

જંબુસર પટેલ વાડી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા તાલુકા કક્ષાનો સહકારી શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. જેમાં જંબુસર, આમોદ તાલુકાના કો. ઓપરેટીવ સોસાયટીના સંચાલકો, હોદ્દેદારો હાજર રહયા હતા.

ભરૂચ જિલ્લા સહકારી સંઘ આયોજિત તાલુકા કક્ષાનો કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સહકાર શૈક્ષણિક સેમિનાર ભરૂચ ડીસ્ટ્રીકટ કો. ઓ. બેન્કના સી.ઈ.ઓ. આર. પી. રાવલની અધ્યક્ષતામાંયોજાયો હતો. જેમાં જંબુસર, આમોદના સંચાલકો અને હોદ્દેદારોને સહકારી સંસ્થાના કાયદા સહીત જી.એસ.ટી.ઈન્ક્મટેક્સના કાયદાકીય નિયમોથી સવિસ્તાર માહિતગાર કરાયા હતા.

publive-image

જંબુસર જનતા કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ઘ્વારા 2016-2017 વર્ષના શિક્ષણફંડની રકમ 53,925/- નો ચેક જિલ્લા સહકારી સંઘના અઘ્યક્ષને અર્પણ કરાયો હતો.

સેમિનારમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો, ડિરેક્ટરો સહીત જંબુસર-આમોદ તાલુકાની વિવિધ કો. ઓપરેટીવ સોસાયટીના ડિરેક્ટરો, પ્રમુખ, મંત્રી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજરરહયા હતા.

Latest Stories