New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-31.jpg)
જંબુસર બી.આર.સી. ભવન ખાતે સર્વશિક્ષા અભિયાન આઈ.ઈ.ડી. યુનિટ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જંબુસર બી.આર.સી. ભવન ખાતે જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર એસ. એલ. ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ તેમજ આઈ.ઈ.ડી.નાં ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડીનેટર ચૈતાલીબેન પટેલનાં સહયોગ થી ઓર્થોપેડિક હેન્ડીકેપ, હિયરીંગ ઈમ્પૅક્ટ અને બોલવાની ખામી ધરાવતા બાળકો તેમજ સંપૂર્ણ અંધ બાળકો માટે આ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં જંબુસર અને આમોદની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના બાળકો માટે વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પનો અંદાજિત 207 જેટલા દિવ્યાંગ બાળકોએ લાભ લીધો હતો.
Latest Stories