જંબુસર પાસે કારને નડ્યો અકસ્માત, દક્ષિણ આફ્રિકાથી વતન આવેલા યુવાનનું થયું મોત 

New Update
જંબુસર પાસે કારને નડ્યો અકસ્માત, દક્ષિણ આફ્રિકાથી વતન આવેલા યુવાનનું થયું મોત 

ભરૂચ જિલ્લાના જંબુસર પાસે રાત્રિનાં સમયે કારને અકસ્માત નડતાં ૧ નું મોત થયું હતું. જ્યારે ૩ વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક યુવાન થોડા દિવસ પહેલાં જ દક્ષિણ આફ્રિકાથી વતન આવ્યો હતો.

અકસ્માતની પ્રાથમિક વિગતો અનુસાર સારોદ ગામના યુવાનો સરફરાઝ અસ્લમ કારભારી, હુજેફા સલીમ કારભારી, સલમાન રફીક દૌલા અને મુબારક હસન કારભારી ગત રાત્રિનાં સમયે કાર લઈને જંબુસરથી પર ગામ આવી રહ્યા હતા. દરમિયાન ચંદ્રાય પાણીની ટાંકી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં કોઈ અજાણ્યા વાહને તેમની કારને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સરફરાઝ અસ્લમ કારભારી, હુજેફા સલીમ કારભારી અને સલમાન રફીક દૌલાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે મુબારક હસન કારભારીને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મારનાર મુબારક હસન કારભારી થોડા દિવસ અગાઉ સાઉથ આફ્રિકા થી આવ્યો હતો. યુવાનનાં મોતને પગલે સારોદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Latest Stories