/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/photo4.jpg)
જંબુસરની જાંબુ બ્રાહ્મણ વાડી ખાતે ગતરોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ભરૂચ જીલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી જયેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શિક્ષણને આગળ વધારવાનું કામ શિક્ષકોનું છે, સમાજ ઘ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ પ્રશંસનીય છે. ડો. અબ્દુલ કલામ નું વાક્ય- " પુસ્તક એવું સાધન છે જે વ્યક્તિત્વ બદલી શકે છે." ટાંકતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ શિક્ષણ ઘ્વારા પોતાનું જીવન બદલી શકે છે.
જંબુસર-આમોદ વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ કાર્યક્રમની સરાહના કરતા કહ્યું કે બાળકોની શક્તિ બહાર લાવવાનો આ કાર્યક્રમ છે. પ્રોત્સાહક ઇનામ મેળવનાર બાળકોની ખુશી અને ઉત્સાહ જોઇ આનંદ થયો. સારા કામમાં બ્રાહ્મણ હંમેશા આગળ હોય છે. આજના કાર્યક્રમમાં નિમંત્રીત કરવા, સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્તા તેમણે બ્રહ્મ સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે સહકાર આપવાની ખાત્રી ઉચ્ચારી હતી. જંબુસર તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા મુકેન્દ્રસિંહ યાદવે કહ્યું કે હિંદુ સમાજને આગળ લઈ જવાની જવાબદારી બ્રાહ્મણની છે. અનાદિ કાળથી બ્રાહ્મણ હિંદુ સમાજને માર્ગદર્શન આપતો આવ્યો છે. શિક્ષણની જવાબદારી પણ બ્રાહ્મણે ઉપાડી છે. કોઈ પણ પ્રસંગે આગળ પડતો સમાજ છે.
સંમેલન દરમિયાન ગતવર્ષે અવસાન પામનાર સમાજના સભ્યોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લાના બ્રહ્મ સમજના પ્રમુખ, મહામંત્રી તથા જંબુસર આમોદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં તેજસ્વી તરલાઓને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરાયા હતા.