જંબુસર વિધાનસભાનાં અપક્ષ ઉમેદવાર ખુમાનસિંહ વાંસીયાએ આગેવાનો સાથે બેઠક કરીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરી

New Update
જંબુસર વિધાનસભાનાં અપક્ષ ઉમેદવાર ખુમાનસિંહ વાંસીયાએ આગેવાનો સાથે બેઠક કરીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરી

જંબુસર વિધાનસભાનાં અપક્ષ ઉમેદવાર ખુમાનસિંહ વાંસીયાએ આમોદ તાલુકાનાં નાહીયેર ખાતે વિવિધ ગામોનાં આગેવાનો સાથે ચૂંટણીલક્ષી બેઠક કરી હતી.

publive-image

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે, ત્યારે જંબુસર વિધાનસભાનાં પણ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પુર જોશમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. તારીખ 26મીનાં રોજ આમોદ તાલુકાનાં નાહીયેર ગામ ખાતે જંબુસર વિધાનસભાનાં અપક્ષ ઉમેદવાર ખુમાનસિંહ વાંસીયાએ આમોદ તેમજ જંબુસર તાલુકાનાં વિવિધ ગામોનાં આગેવાનો સાથે મિટીંગ યોજી પોતાનાં પ્રચારની શરૂઆત કરી હતી.

publive-image

ઉલ્લેખનીય છે કે જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં અપક્ષ માંથી પોતાનુ નસીબ અજમાવનાર ખુમાનસિંહ વાંસીયા સાથે ભારતીય જનતા પાર્ટીનાં કેટલાક મોટા ગજાના આગેવાનો પણ જોડાયા છે, જેના પગલે જંબુસર વિધાનસભાની આ સીટ પર કોંગ્રેસનાં સંજયભાઈ સોલંકી, ભાજપનાં છત્રસિંહ મોરી તથા અપક્ષનાં ખુમાનસિંહ વાંસીયા વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

Latest Stories