New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/maxresdefault-114.jpg)
જંબુસર ખાતે ભાજપા દ્વારા છત્રસિંહ મોરીને ઉમેદવાર તરીકે રિપીટ કરાતા જંબુસર ભાજપા કાર્યાલય ખાતે આતશબાજી અને ઢોલ નગારા સાથે કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માંથી ભાજપામાં આવેલ પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાનું નામ ચર્ચાતું હતું પરંતુ છેલ્લી ઘડીઓમાં છત્રસિંહ મોરીનું નામ જાહેર થતા આગેવાનો તેમજ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ હતી.
આ પ્રસંગે ઘોડાપર સવાર થઇને છત્રસિંહ મોરીએ સમર્થકો સાથે સરઘસ કાઢ્યું હતુ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
Latest Stories