New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/20171110_173451.jpg)
શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસ સાથેનાં રાજકીય સંબંધો પર પૂર્ણ વિરામ મૂકીને જન વિકલ્પ થકી રાજકીય ક્ષેત્રમાં ડગ માંડયા છે. અને ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં કહાનવા ગામ ખાતે જન વિકલ્પની એક ચૂંટણીલક્ષી સભા મળી હતી.
આ સભામાં જન વિકલ્પનાં નરેન્દ્રસિંહ પરમાર સહિત વડોદરા જન વિકલ્પ પાર્ટીનાં પ્રમુખ નરેન્દ્રસિંહ અટોદરિયા, ગુજરાતી ફિલ્મનાં સુપ્રસિદ્ધ અભિનેતા રાજદીપસિંહ, મધ્ય ગુજરાતનાં પ્રભારી અને પ્રમુખ દિલીપસિંહ ગોહિલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આ સભામાં ઉપસ્થિત મહેમાનોએ અગાઉની સરકારો ઉપર પ્રહારો કર્યા હતા. અને GST નોટબંધી, રોજગારી, ખેડૂતોનાં પ્રશ્નો જેવા મુદ્દાઓ લઇ જન વિકલ્પ પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ચૂંટણીનાં મેદાનમાં ઝંપલાવશે તેવા તેઓએ સંકેત આપ્યા હતા.
Latest Stories