જંબુસરની શાળાઓ તથા ખાનગી ટયુશન કલાસીસમાં સેફટીની સુવિધાનો અભાવ

જંબુસરની શાળાઓ તથા ખાનગી ટયુશન કલાસીસમાં સેફટીની સુવિધાનો અભાવ
New Update

સત્વરે ચેકિંગ કરવાની લોકમાંગ ઉઠવા પામી

જંબુસર શહેર અને તાલુકાની શાળાઓમાં તથા ખાનગી ટયુશન કલાસીસમાં બાળકોની સેફટીની સુવિધાનો અભાવ જાવા મળી રહયો છે. મેડીકલ કીટ પણ ન હોય બાળકોની સેફટી સુવિધાના નામે મીંડુ હોય તંત્ર દ્વારા આ બાબતે ચેકિંગ હાથ ધરી તાત્કલિક પગલાં ભરવામાં આવે તેવી લોકબુમ ઉઠવા પામી છે. તાજેતરમાં થયેલ સુરતના સરથાણામાં કલાસીસની બનેલ દુર્ઘટનામાં રર જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટયા છે.

સમગ્ર ગુજરાત જેને લઇ હચમચી ગયું છે. સુરતની ઘટના બાદ શિક્ષણતંત્ર સફાળુ જાગ્યું અને જિલ્લા શિક્ષણાધિકારીઓને પરીપત્ર કરી દરેક શાળા, ટયુશનમાં સેફટીના સાધનો, સુવિધાઓ અંગેની માહિતી મેળવી રીપોર્ટ કવા અંગસૂચના મળત જ ઠેર–ઠેર શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા અંગે ચેકિંગ હાથ ધર્યું છે ત્યારે જંબુસર શહેર અને પંથકમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં કયારે ચેકીંગ હાથ ધરાશે ? જંબુસર શહેરની શાળઓમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ, ફાયર બોટલો ઓછા પ્રમાણમાં અનેત પણ ઍકસપાયરી તારીખવાળા છે. તથા મેડીકલ કીટનો અભાવ, શાળાઓમાં પાણીની વ્યવસ્થા ખરી પરંતુ જા બીજા, ત્રીજા માળે આગ લાગે તો પાણી છંટકાવ માટે પાઈપલાઇન સુવિધા નથી.

આ સહિત આગ લાગે કે કોઇ બનાવ બને તો બાળકો માટે સંકટ સમયનો દરવાજા પણ નથી. ગુજરાતના દરેક ટયુશન કલાસીસ પર પ્રતિબંધ છે. છતાંય જંબુસર શહેરમાં ટયુશન કલાસીસ ધમધમાટ કાર્યરત છે. ટયુશન સંચાલકો દ્વારા પણ બાળકોની સેફટીને લઇ કોઇ પગલાં ભરવામાં આવતા નથી. દરેક ટયુશન કલાસીસમાં પણ બાળકોની સેફટીના નામે મીંડું જાવા મળે છે.

સ્કૂલ, શાળા તથા ખાનગી ટયુશનના સંચાલકો જંબુસર શહેરમાં સુરત જેવી ઘટના બને તેની રાહ જાઇ રહયા છે. આ માટે તંત્ર કયારે જાગશે ? તંત્ર દ્વારા આ બાબતે સત્વરે ચેકિંગ હાથ ધરવામાં આવે અને જા બાળકોની સલામતી અંગે જા ક્ષતિઓ જાવા મળે તો તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

#ભરૂચ
Here are a few more articles:
Read the Next Article