જંબુસરમાં BJPનાં દિગ્ગ્જ નેતા ખુમાનસિંહ વાંસીયાએ અપક્ષ ઉમેદવારી કરતા ભાજપમાં સન્નાટો

જંબુસરમાં BJPનાં દિગ્ગ્જ નેતા ખુમાનસિંહ વાંસીયાએ અપક્ષ ઉમેદવારી કરતા ભાજપમાં સન્નાટો
New Update

ભરૂચ જિલ્લાની જંબુસર આમોદ વિધાનસભા બેઠક પર ભાજપ માંથી વર્તમાન ધારાસભ્ય છત્રસિંહ મોરીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપનાં જ દિગ્ગ્જ નેતા અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ અપક્ષ ઉમેદવારી કરતા રાજકીયક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ જિલ્લાની જંબુસર - આમોદ વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ભારે રહસ્યો બાદ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ. અને ભાજપ મોવડી મંડળે આખરે વર્તમાન ધારાસભ્ય છત્રસિંહ મોરીનું નામ જાહેર કર્યુ હતુ.

જોકે જંબુસર - અમોદની વિધાનસભા બેઠક પર ભાજપને એક ઝટકો લાગ્યો છે, ભાજપનાં જ દિગ્ગ્જ નેતા અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ખુમાનસિંહ વાંસીયાએ મિડીયાને જણાવ્યુ હતુ કે ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરી છે, અને હવે પીછેહઠ કરવામાં આવશે નહિં, તેમજ તેઓએ આત્મવિશ્વાસ પૂર્વક ચૂંટણીમાં વિજય બનીને વિજય સરઘસ કાઢવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article