/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/f171c359-57d1-492d-8081-a6c42b6faba4.jpg)
જંબુસર નવયુગ વિદ્યાલયના મેદાનમાં આજે આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી શાખા, પશુપાલન શાખા, બાગાયત ખાતા ઘ્વારા કિસાન કલ્યાણ મહોત્સવનું આયોજન કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારનો ઉદ્દેશ છે કે, આગામી વર્ષ 2022માં ખેડૂતોની આવક ડબલ થાય. તેના માટે ખેતી પધ્ધતિ અને તેની તાંત્રિક સમજ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે. કાર્યક્રમમાં તાલુકાના ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી અને નવીનતમ ખેતી પદ્ધતિ અંગેનું અદ્યતન માર્ગદર્શન મળે તે માટે કૃષિ પ્રદર્શન તથા વૈજ્ઞાનિકો સાથેના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/b7527fbe-783e-481e-9a43-b999146774e5.jpg)
જંબુસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પઢીયાર, પૂર્વધારાસભ્ય કિરણ મકવાણા, તાલુકા પંચાયત વિપક્ષ નેતા મુકેન્દ્રસિંહ યાદવ, ભાજપાના જિલ્લા કિસાન મોરચા મહામંત્રી પ્રવીણ દૂબે, પ્રભુદાસ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી, વૈજ્ઞાનિકો સહીત તાલુકાના અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. જંબુસર તાલુકામાં પશુપાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ખેડૂતોને એવોર્ડ, ચેક અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.