‘જય શ્રી રામ’ના જયઘોષથી હનુમાન મંદિરો ગુંજયા

New Update
‘જય શ્રી રામ’ના જયઘોષથી હનુમાન મંદિરો ગુંજયા

ભરૂચ જિલ્લામાં ભકિતભાવ પૂર્વક હનુમાન જયંતિ ઉજવાય

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર હનુમાન જયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.હનુમાન જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ અંજનીપુત્રના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભકતોની લાંબી કતારો જોવા મળી હતી.

હનુમાન જયંતિની ઉજવણીના ભાગ રૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ હનુમાન ચાલીસા,સુંદરકાંડ પાઠ તેમજ ભજન-કિર્તન સહિત રામધુનના આયોજન અને હનુમાનજીની શોભાયાત્રા કાઢી ભંડારા યોજવામાં આવ્યા હતા.

ચૈત્ર સુદ પુનમ એટલે અંજનીપુત્ર હનુમાનનો જન્મ દિવસ. આજના દિવસે અંજનીપુત્ર હનુમાનજીના દર્શનની એક ઝલક મેળવવા વહેલી સવારથીજ ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે મંદિરો ગુંજયા હતા.જેમાં ભરૂચ શહેરના કસક સ્થીત રોકડીયા હનુમાન મંદિર ખાતે, શહેરના પટેલ સુપર માર્કેટ, હનુમાનશેરી ખાતેના જ્ઞાનેશ્વર હનુમાન મંદિર,નારાયણ કુંજ સોસાયટીના સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર,બટુકનાથ વ્યાયામશાળા હનુમાન મંદિર, વેજલપુર હનુમાન મંદિરોમાં પૂજન-અર્ચન અને મહા આરતી,ભજન જેવા કાર્યક્ર્મો સાથે હનુમાનજીને વિધિવત સિંધુરનો ચોલો ચઢાવી નવા વાગાથી સજાવવામાં આવ્યા હતા.

અંકલેશ્વરમાં પણ હનુમાન જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હનુમાંવાડી હનુમાનજી મંદિર, પુનગામે લાખા હનુમાન મંદિરે,ચૌટા બજાર સહિતના વિવિધ જગ્યાએ સ્થપિત હનુમાન મંદીરે ભજન, કિર્તન,આરતિ સાથે ભોગ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો.

Latest Stories