New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault14.jpg)
નર્મદા
જિલ્લાના કેવડીયા કોલોની ખાતે તાલીમ લઇ રહેલા સનદી અધિકારીઓએ વડીયા ગામમાં
દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓ આદિવાસી સમાજના લોકો સાથે તેમના પરંપરાગત
નૃત્ય ટીમલી ડાન્સની મજા માણી હતી.
નર્મદા
જિલ્લામાં 200 જેટલા IAS, IPS, IFS પ્રોબેશનલ આધિકારીઓ તાલીમ લઈ રહ્યા છે.
તેઓ દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે નાંદોદના વડિયા અને તિલકવાડાના વોરા ગામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન
કરાયું હતું. તમામ સનદી અધિકારીઓનું ગ્રામ પંચાયત તરફથી ભવ્ય સ્વાગત કરવામાં
આવ્યું હતું. જેમાં આદિવાસી નૃત્ય ટીમલી ડાન્સમાં સૌ સનદી અધિકારીઓ ઝૂમી ઉઠ્યા
હતા. તેમણે બાળકો સાથે
રહી દિવાળીની ઉજવણી કરી હતી. અધિકારીઓએ પણ ટીમલી ડાન્સની મોજ માણી હતી.
Latest Stories