જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે- ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

વૃષભ (બ,વ,ઉ) - દરેકેદરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

મિથુન (ક,છ,ઘ) – તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

કર્ક (ડ,હ)- મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

સિંહ : - માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

તુલા (ર,ત) – બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

વૃશ્વિક (ન,ય) - તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. પ્રેમ જીવન આશા લાવશે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. પ્રેમ જીવન આશા લાવશે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

મકર (ખ,જ) – જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

કુંભ (,શ,સ,ષ) :- કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

#Connect Gujarat #Beyond Just News #રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article