જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તબિયત પર ધ્યાન આપવું પડશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

વૃષભ (બ,વ,ઉ) - તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે.

મિથુન (ક,છ,ઘ) – માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

કર્ક (ડ,હ)- અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

સિંહ : - તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે.

કન્યા (પ,ઠ,ણ) – તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાઈનો પહાડ કરાયો હોય- કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિક્તાની ચકાસણી કરો. તમે જો િમત્રો સાથે સાંજ બહાર જશો તો ઈન્સ્ટન્ટ રૉમાન્સ તમારી તરફ આવી શકે છે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

તુલા (ર,ત) – તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારૂં માર્ગદર્શન કરશે. કોઈ કાયર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ સીખી શકો છો. આ બાબત તમારા આત્મવિશ્વાસને દૃઢ બનાવવામાંઅત્યંત મદદરૂપ થઈ શકે છે. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

વૃશ્વિક (ન,ય) - આજે કોઈક તમને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે, આથી સચેત રહેજો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું

ધન (ભ,ફ,ધ,ઢ) – લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

મકર (ખ,જ) – વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

કુંભ (,શ,સ,ષ)- તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

મીન (દ,ઝ,ચ,થ) કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

#Connect Gujarat #Beyond Just News #રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article