જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarata

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

વૃષભ (બ,વ,ઉ) - ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.

મિથુન (ક,છ,ઘ) – સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

કર્ક (ડ,હ)- તાણની અવગણના કરતા નહીં. તે ઝડપથી તંબાકુ અને આલ્કોહૉલ જેવો રોગચાળો બની રહ્યું છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

સિંહ : - લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાલશો. બૉસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

તુલા (ર,ત) – તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિણર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો.

વૃશ્વિક (ન,ય) - વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે

ધન (ભ,ફ,ધ,ઢ) – તમે નવરાશની લહેજત માણવાના છો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે.

મકર (ખ,જ) – અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે.

કુંભ (,શ,સ,ષ)- તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો. પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. તમારૂં પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે. બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

મીન (દ,ઝ,ચ,થ) આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે.

#Connect Gujarat #Beyond Just News #રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article