જાણો ભારતમાં ક્યાં બનશે સાયબર પોલીસ સ્ટેશન

New Update
જાણો ભારતમાં ક્યાં બનશે સાયબર પોલીસ સ્ટેશન

સરકારના નોટબંધીના નિર્ણય બાદ તેમજ કેશલેસના પ્રોત્સાહન ને પગલે દેશમાં ડિજિટલ વ્યવહારો વધુ ઉપયોગ થઇ રહ્યો જે જેથી કોઈ ઓનલાઇન છેતરપિંડી ના બનાવ ન બને તે માટે ઓરિસ્સા સરકારે રાજ્યમાં સાયબર પોલીસ સ્ટેશન અને સાયબર ફોરેન્સિક વિભાગ બનાવવાનું નક્કી કર્યું છે.

ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ડીજીપી બી કે શર્માએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર ભુવનેશ્વરમાં બીજુ સાયબર પોલીસ સ્ટેશન સ્થાપશે જ્યારે સાયબર ફોરેન્સિક વિભાગ આગામી વર્ષે માર્ચ સુધીમાં કાર્યરત થઈ જશે.

આ અંગેની ચર્ચા કટક ખાતે 36 જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ બેંક અધિકારીઓ વચ્ચે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રથમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ની ઉદ્ઘાટન કટકના CID ના મુખ્યમથક ખાતે કરવામાં આવ્યુ હતુ.

શર્માએ વધુમાં જણાવ્યુ હતુ કે કાર્ડ, મોબાઇલ બેન્કિંગ અને ઈ-બેન્કિંગ ઉપયોગ વધવાને કારણે ભવિષ્યમાં ઓનલાઇન છેતરપિંડી થવાની શક્યતા છે તેમજ આ પ્લેટફોર્મ વિશે લોકોમાં જાગૃતતાનો અભાવ છે જેથી સાયબર ચોર વિવિધ ટેક્નિકથી ગુનાઓ કરી શકે છે.જેથી રાજ્યની સાયબર ફોરેન્સિક વિભાગ ની લેબોરેટરી સાયબર કેસની તપાસમાં પોલીસને મદદ કરશે જેને કારણે તપાસ પ્રક્રિયા ઝડપી અને કુશળ બનશે.

Latest Stories