જાણો શુ કહ્યું ફિલમ પદ્માવત વિશે સુપરસ્ટાર અનિલ કપૂરે

New Update
જાણો શુ કહ્યું ફિલમ પદ્માવત વિશે સુપરસ્ટાર અનિલ કપૂરે

રાજકોટમા જેવલરી શો રૂમના આપનિંગમાં બૉલીવુડ સ્ટાર અનિલ કપુર આવી પહોંચ્યા હતા.અનિલ કપૂર ની એક ઝલક જોવા લોકોના ટોલે ટોળા ઉમટી પડ્યા હતા. રાજકોટ વાસીઓ એ હોંશે હોંશે અનિલ કપૂર ના ફોટા અને સેલ્ફી લીધી હતી.

છેલ્લા કેટલાય સમયથી વિવાદોના વમળમાં ફસાયેલી ફિલ્મ પદ્માવત ને લઈ બૉલીવુડ સુપરસ્ટાર અનિલ કપૂર વહારે આવ્યા છે. સંજય લીલા ભણસાલી નિર્મિત ફિલ્મ નું પહેલા તો નામ બદલવામાં આવ્યું ત્યાર બાદ ચૂંટણી સમયે તેના પર રોક લાગી તો ત્યાર બાદ ગુજરાત સહિત ચાર રાજ્યો એ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે સુપ્રીમે આ પ્રતિબંધ ને ગેરબંધારણીય ગણાવ્યો હતો. ત્યારે ગઈકાલે અક્ષય કુમાર પણ ફિલ્મ પદ્માવત ની વહારે આવ્યા છે.

સૌ કોઈ જાણે છે કે 25તારીખ ના રોજ ફિલ્મ પદ્માવત અને પેડમેન એક સાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થવા ની હતી. ત્યારે ગઈકાલે અક્ષય કુમાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મ પેડમેન ની રિલીઝ ડેટ તેમણે પાછી ઠેલવી છે. ત્યારે આજ રોજ રાજકોટના એક ખાનગી જવેલરી શોપ ના ઉદ્ઘાટન માટે આવેલ અનિલ કપૂરે પત્રકારો સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે હું ભગવાન ને પ્રાથના કરીશ કે ફિલ્મ પદ્માવત 25તારીખ ના રિલીઝ થાય

તો બીજી તરફ સુપરસ્ટાર અનિલ કપૂર ને જોવા રાજકોટ વાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો સાથો સાથ યાજ્ઞિક રોડ એક તબક્કે બંધ કરવાની પણ ફરજ પડી હતી

Latest Stories