/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-252.jpg)
જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં બાયો મેડિકલ વેસ્ટ પડ્યો હોવાની માહિતીના આધારે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા, સોલીડવેસ્ટ શાખા અને વિસ્તારના કોર્પોરેટરો સ્થળ પર પહોંચી સ્થળ પરથી મળી આવેલ બાયો મેડિકલ વેસ્ટના કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં બાયો મેડિકલ વેસ્ટનો કચરો નાખવામાં આવ્યો છે તેવી માહિતી મળતા તેના આધારે જેએમસીની આરોગ્યવિભાગની ટીમ, સોલીડ વેસ્ટ શાખા અને વિસ્તારના કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ વસંતભાઇ ગોરી સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરતાં ખુલ્લા પ્લોટમાં બાયો મેડિકલ વેસ્ટનો કચરો જોવા મળ્યો હતો જેના આધારે આરોગ્યવિભાગ દ્વારા આજુબાજુમાં આવેલા મેડિકલ ક્લિનિક અને ખાનગી દવાખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પણ પ્રાથમિક તપાસમાં કઈ જાણવા મળ્યું નહોતું કે કોને આ કચરો નાખ્યો છે જો આ અંગે કોઈ જાણકારી નહીં મળે તો પોલીસ ફરિયાદ કરવાનું જેએમસીના અધિકારી મુકેશ વરણવા દ્વારા જણાવવામાં આવ્યું હતું જેએમસીના સોલીડ વેસ્ટ શાખા દ્વારા આ તમામ કચરો ટ્રેકટરમાં ભરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.