/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/vlcsnap-8567-05-13-21h33m19s304.png)
જામનગર નજીક આવેલ લાખાબાવળ પાસે નેચર ક્યોર રિસર્ચ સેન્ટરનું કેન્દ્રના કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે કૃષિપ્રધાન રૂપાલાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓને લઈને પણ નિવેદન આપ્યું હતું.
જામનગરની ભાગોળે આવેલા લાખબાવળ ગામે ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચરક્યોર રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાયું છે.કેન્દ્રના કૃષિપ્રધાન પુરૂસોત્તમ રૂપાલા દ્વારા આજે આ સેન્ટરનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દ્વારા આ નેચરોપેથી સેન્ટરને માં અમૃતમ યોજનામાં સામેલ કરવા પણ માગણી કરાઈ છે.
જામનગર આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલાએ લીલાવતી નેચરક્યોર રિસર્ચ સેન્ટર લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને આ જમાનામાં લોકોને શાંતિ અને નિરોગીમયી બનવા નેચરલ પદ્ધતિથી સારવાર ખૂબ ઓછી મળતી હતી. હવે છેવાડે આવેલ જામનગરને પણ આ લાભ મળવા જઈ રહ્યો છે.તે અંગે રૂપાલાએ ખુશી વ્યક્ત કરી હતી.