New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Jaguar-plane.jpg)
જામનગર નજીક વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું છે. જોકે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો છે. તમને જણાવી દઇએ કે, ચાર દિવસમાં બીજુ જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થતાં ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે.
જામનગર પાસે આજે સવારે એરફોર્સનું વધુ એક જગુઆર પ્લેન ટ્રેનિંગ માટે નિકળ્યું હતું. જે ર્દુઘટનાગ્રસ્ત થતાં ફફડાટનો માહોલ પ્રસર્યો છે. દુર્ઘટના સમયે જગુઆરના ટાયરમાં પણ આગ લાગી હતી. સમગ્ર ઘટના મામલે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપી દેવાયા છે.
વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જગુઆર પ્લેને સવારે 9:20 કલાકે ઉડાન ભરી હતી. જોકે પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ હોવાનું ધ્યાને આવતાં સમય બગાડ્યા વિના પાયલોટે પ્લેનમાંથી પેરાશૂટ સાથે છલાંગ લગાવી હતી. સદનસીબે પાયલોટનો બચાવ થયો છે.
Latest Stories