/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/vlcsnap-2018-09-02-17h54m35s407.png)
જામનગરમાં ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા સમગ્ર ગુજરાત ની ૫૫ જેટલી પ્રતિષ્ઠિત રાજપૂત સંસ્થા દ્વારા ૨૭ મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ તથા પ્રથમ ક્ષત્રિય મહાપંચાયત ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું .
વિક્રમ સંવત ૧૬૪૮ માં દિલ્હી નાં બાદશાહ અકબર સામે નવાનગર સ્ટેટ નાં જામ સતાજી નું મહાયુદ્ધ જે ભુચરમોરી ના મેદાન માં થયેલ હતું જે આશરે આવેલાની રક્ષા કરવાના છાત્રધર્મ નિભાવવાની ફરજના ભાગરૂપે યુદ્ધ થયેલ હતું જે જેમાં શહીદ થયેલા હજારો શહીદોની યાદ માં દર વર્ષે ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ આયોજન કરવામાં આવે છે .
જ્યાં હજારો વીર શહીદો પોઢેલા છે તે મહાન શહીદ ભૂમિ ભુચરમોરી ખાતે શહીદો ને શ્રધ્ધાંજલિ આપવા ક્ષત્રિય ધર્મ એજ રાષ્ટ્ર ધર્મ મુજબ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દેશ માં વ્યાપક પ્રમાણ માં જાતિવાદ અને ભ્રષ્ટાચાર વ્યાપી રહેલ છે ત્યારે ભારતભરમાં ૨૦ કરોડ ક્ષત્રિયો ને સંગઠિત કરીને તથા ભારત ની ક્ષત્રિય સમાજ ને હિતકારી તથા તેને સ્પર્શતા એવા મહત્વ ના નિર્ણયો બહુમતી થી લેવામાં આવ્યા હતા.