/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/fdgdfg.jpg)
- જનશિક્ષણ સંસ્થાન,ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડીયા ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા મંત્રાલયની સુચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનો કાર્યક્રમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા તા.૧૬ થી તા.૩૧ જુલાઈ દરમિયાન આયોજીત કરેલ તે અંતર્ગત આજ રોજ સમાપન સમારોહ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને ઈદારા કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ ક્ષિપ્રા આગ્રે, ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશનના સી.ઈ.ઓ. અરૂણકુમાર અગ્રવાલ, ગ્રાસીમ વિલાયત અને ઈએચએસ બીડીએમએના સંજીવ વર્મા, જે.એસ.એસ. ભરૂચના નિયામક ઝયનુલઆબેદીન સૈયદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમ દરમિયાન સહયોગી સંસ્થાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/08/4-1024x498.jpeg)
અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, જીવનમાં શિસ્તતા અગત્યની છે. આ સંસ્થા વિવિધ પ્રકારની તાલીમ આપી કૌશલ્ય વિકસાવે છે તેની સાથે આવા અનેક કાર્યક્રમો પણ કરે છે જે અભિનંદનને પાત્ર છે. આપણું જીવન જ એક તાલેમ છે. જીવનમાં ચઢાવ-ઉતાર આવતા રહે છે. તેને પચાવતા આવડવું જોઈએ તેમ જણાવી બેડમીન્ટન ખેલાડી અરૂણાસિંહાનો દાખલો આપતાં જણાવ્યું કે, તેને અક્સ્માતે બે પગ ગુમાવવા છતાં એવરેસ્ટ શીખર સર કર્યું છે તે તેની સાહસિકતા અને શિસ્તતા દર્શાવે છે. તેમણે જે કાંઈ કાર્ય કરે તે શિસ્તબધ્ધ કરીશું તો જરૂર પાર પડશે તેમ કહી સ્વચ્છતા અંગેના કાર્યક્ર્મને સમાપન નહિ પરંતુ શરૂઆત જગણાવીને કાર્યક્રમને આગળ ધપાવવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/08/3-1024x498.jpeg)
અતિથિ વિશેષ પદેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે કોઈપણ કામમાં ઉંચાઈ પર જવાનું હોઈ છે પરંતુ તેનો ઢાળ પણ હોઈ છે તેને ધ્યાને રાખી કાર્યની શરૂઆત કરવી જોઈએ. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ઘણા કાર્યક્રમો યોજાયા - સ્પર્ધાઓ થઈ તેને બિરદાવી, હજુ આવા અનેકવિધ કાર્યક્ર્મો થતાં રહેશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશનના સીઈઓ અરૂણકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા કોઈ એકનું નહિ તમામને લાગું પડે છે. કોઈપણ કાર્યમાં ઈચ્છાશક્તિ, યોગદાન અને તેને હાંસલ કરવાની ધગશ હોય તો તે પરિપૂર્ણ કરી શકાય છે. ઈન્ડસ્ટ્રીયલ સાથે પણ સ્વચ્છતા - પર્યાવરણ જોડાયેલ છે અને અમો તેના માટે કટિબધ્ધ છે.
ગ્રાસિમ વિલાયત અને ઈએચએસ બીડીએમએના સંજય વર્માએ દેશની સ્વચ્છતા મુહીમને સાકાર કરવા, સંસ્કૃત્તિ કલ્ચરને સુધારવા ગ્રાસરૂટ લેવલેથી શરૂઆત કરેલ છે તેમા કેન્દ્ર સરકારની મહત્વની ભૂમિકા છે. સ્કીલસે સંપૂર્ણ સ્વચ્છતા સુત્રને સાર્થકતા સ્વરૂપ ગણાવી આપણો ભરૂચ જિલ્લા કે ઔદ્યોગિક વિકસીત જિલ્લો છે જ્યાં અન્ય જાતિ, જ્ઞાતિ અને વિદેશી લોકો પણ વસે છે ભરૂચનું નામ વિદેશોમાં પણ છે તો આપણે તેને ક્લીન ભરૂચ કેમ ન બનાવીએ આ માટે ભરૂચ નગરપલિકા સાથે બેઠયોજી આયોજન હાથ ધરેલ છે. દરેક ક્ષેત્રે સ્વચ્છતાનો પ્રચાર પ્રસાર થાય, જ્ઞાન બાટનેસે બઢતા હે જેટલું વહેંચીશું એટલું વધશે તો સૌ પોતાનું યથા યોગ્ય યોગદાન આપે આ અંત નથી પરંતુ શરૂઆત છે તેને આગળ ધપાવવા જણાવ્યું હતું.
બોર્ડઓફ મેનેજમેન્ટ જે.એસ.એસ. ભરૂચનાં ડૉ. એન.કે.પાટડીયાએ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સ્વચ્છતાને લગતા તમામ પાસાઓ માટે અને અમલમાં મુકવા આપણે સૌ જવાબદાર છીએ આપણા કૌટુબિંક જીવન અને તેની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખી ગૌરવ સમુ સ્થાન પ્રાપ્ત કરીએ.
જનશિક્ષણ સંસ્થાન - ભરૂચના નિયામક ઝયનુલ સૈયદે સ્વાગત પ્રવચન કરી સ્વચ્છતા પખવાડિયા ઉજવણીની વિગતો આપી હતી. એક્શન ફોર ચેરીટી ગૃપના દિવ્યજીતસિંહ ઝાલાએ સ્વચ્છતા પખવાડિયાની ડેટુ ડે કાર્યની ઝાંખી કરાવી હતી. જેએસએસના રીસોર્સ પર્સન શ્રીમતી સેજલબેન શાહે આભારદર્શન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વૈશાલીબેન ગોહિલે કર્યું હતું.