જુનાગઢ : આવો મળીએ અનોખા પરિવારને જયાં કરાઇ છે મહિલાઓનું પુજન

New Update
જુનાગઢ : આવો મળીએ અનોખા પરિવારને જયાં કરાઇ છે મહિલાઓનું પુજન

દિવાળીના દિવસે સામાન્ય રીતે મહાલક્ષ્મી માતાજીની પૂજા કરવામાં આવતી હોય છે પણ જુનાગઢના કોટેચા પરિવારમાં મહિલાઓની પૂજા કરાઇ છે. નિહાળો વિશેષ અહેવા

આ છે જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું કોટેચા પરિવારનું ઘર, આ ઘર વિશિષ્ટ એટલા માટે છે કે આજે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાના બદલે ઘરની તમામ મહિલાઓ નું પૂજન કરે છે. આપણે જાણીને આનંદ થશે કે આ ઘર જૂનાગઢના રાજકીય અગ્રણી ગીરીશભાઈ કોટેચાનું છે અને તેમના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાં બદલે ઘરની મહિલાઓ નું પૂજન કરવામાં આવે છે. ગીરીશભાઈ ના ઘરમાં આ પરંપરા તેમના પૂર્વજોના સમયથી ચાલી આવે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી આરતી કરવામાં આવે છે અને તેમની ક્ષમા યાચન કરવામાં આવે છે. ગીરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓજ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક ઘરે આવી પ્રણાલી હોય તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે સામાન્ય રીતે દિવાળીમાં વેપારીઓ અને ગૃહસ્થો ચોપડા પુજન કરી લક્ષ્મી પૂજન કરતા હોય છે પરંતુ ગીરીશભાઈ નો પરિવાર વેપારી હોવા છતાં ક્યારેય ચોપડા પૂજન કરતા નથી તેને બદલે તે ઘરની મહિલાની પૂજા કરે છે

Latest Stories