New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/23185020/maxresdefault-284.jpg)
જુનાગઢ શહેરમાં કરોડો રૂપિયાના વિકાસકામોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભુમિપૂજન તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જુનાગઢ શહેરમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીને અદ્યતન બનાવાશે. જેમાં અનુસ્નાતક ભવનો, એડમીન બિલ્ડીંગ, સેન્ટ્રલ લાયબ્રેરી તથા એમ્ફી થીએટર બનાવવામાં આવશે. આ ઉપરાંત જુનાગઢ મહાનગર પાલિકાના 65 કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. શહેરના સકકરીયા ટીબા દુબડી પ્લોટ ખાતે બનેલા કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરાયું હતું. ભેંસાણ ખાતે નવનિર્મિત સરકારી આર્ટસ કોલેજ અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢ શહેરની કાયાપલટનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
Latest Stories