જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની “બમ્પર” આવક, પણ ખેડૂતોને મળી રહ્યો છે ઓછો ભાવ

New Update
જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની “બમ્પર” આવક, પણ ખેડૂતોને મળી રહ્યો છે ઓછો ભાવ

જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 8 દિવસથી કપાસની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડના તમામ શેડ ભરાઈ જતાં યાર્ડનો પ્રવેશદ્વાર બંધ કરવાની ફરજ પડી હતી. જોકે પ્રવેશ દ્વાર બંધ કરાતા માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતાર લાગી હતી. જોકે ખેડૂતોને કપાસનો ઓછો ભાવ મળતા પોષણક્ષમ ભાવ મળી રહે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે.

ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે સતત 8 દિવસથી કપાસની વિપુલ પ્રમાણમાં આવક થતાં માર્કેટિંગ યાર્ડના તમામ શેડ કપાસથી ઉભરાઈ ગયા છે. જેના કારણે માર્કેટિંગ યાર્ડનો પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની કતારો જોવા મળી હતી. હાલ મોસમનો સમય હોવાથી ભેસાણ તાલુકાના ખેડૂતોને રવિ પાકનું વાવેતર માટે નાણાંની પણ તાતી જરૂરિયાત વર્તાતી હોય છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે વધુ એક અઠવાડિયું લંબાવાતા ખેડૂતોએ હવે નાછુટકે ઓછા ભાવે કપાસ વેચવા માટે મજબુર થવું પડ્યું છે, ત્યારે ખેડૂતોને કપાસના એક મણે 40 રૂપિયા જેવો ઓછો ભાવ મળતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન નટુ પોકિયાએ ભેસાણને તાત્કાલિક સી.સી. કેન્દ્ર ફાળવાય તેમજ ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર પાસે ઉગ્ર માંગ કરી છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.