જુવેનાઈલ હોમ ફોર બોયઝમાંથી ભાગી ગયેલ બે બાળકો પૈકી એક બાળક મળી આવ્યો

New Update
જુવેનાઈલ હોમ ફોર બોયઝમાંથી ભાગી ગયેલ બે બાળકો પૈકી એક બાળક મળી આવ્યો

તાજેતરમાં તારીખ ૧૩-૦૪-૧૯ ના રોજ જુવેનાઈલ હોમ ફોર બોયઝ કુકરવાડા ખાતેથી મળસ્કાના સમયે બે બાળકો ગુમ થયા હતા. સંસ્થાના કર્તા-હર્તાઓએ બાળકોને શોધવા ભારે જેહમત કરી હતી પરંતુ બાળકોનો કોઈ પત્તો ન મળતા છેવટે ભરૂચ ગ્રામ્ય પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ દિવસો વીતી ગયા પછી ગુમ થયેલ બાળકો પૈકી એક બાળક રેલવે પોલીસ વડોદરાને મળી આવ્યો હતો.

રેલવે પોલીસે આ બાળકને દીપક ફાઉન્ડેશન વડોદરાને સોંપ્યો હતો. બાળકની તપાસ કરતાં અને ઓળખ થતા છેવટે આ બાળકને જુવેનાઈલ હોમ ફોર બોયઝને સોંપવામાં આવ્યો હતો. હજી એક બાળક ગુમ છે. અત્રે નોંધવું રહ્નાં કે અગાઉ પણ જુવેનાઈલ હોમ ફોર બોયઝમાંથી ત્રણ બાળકો ગુમ થયા હતા જેમાં આ બે બાળકોનો પણ સમાવેશ થતો હતો. જાકે જે તે વખતે ત્રણે બાળકો મળી આવ્યા હતા. પરંતુ આ વખતે હજી એક બાળક ગુમ છે.

Latest Stories