જૂનાગઢ : કુતિયાણાથી ગુમ થયેલ યુવાનની હત્યા, સોનાના બિસ્કીટના ફ્રોડમાં વાંધો પડતા કરાઈ હત્યા

જૂનાગઢ : કુતિયાણાથી ગુમ થયેલ યુવાનની હત્યા, સોનાના બિસ્કીટના ફ્રોડમાં વાંધો પડતા કરાઈ હત્યા
New Update

કુતિયાણાના યુવાનની હત્યા કરીને દાટી દીધેલી લાશ જૂનાગઢ પાસેથી મળી આવી. પોલીસે લાશને બહાર કાઢીને છ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોધ્યો છે.

કુતિયાણાના ગોકરણ ગામનો એક આહીર યુવાન છેલ્લા આંઠ

દિવસથી ગુમ હતો, જેની

તપાસમાં પોલીસને મળેલી હકીકતના આધારે કુતિયાણા પોલીસ અને જૂનાગઢ પોલીસે તપાસ કરતા

યુવાનની હત્યા કરાયેલી લાશ પ્લાસવા ગામની સીમમાંથી

મળી આવતા આ હત્યા પાછળ ૪૦ લાખનું સોનું ૨૦ લાખમાં

આપવાનો કરાયેલા સોદામાં ફ્રોડ થતા યુવાનનું ઢીમ ઢાળી દીધાનું પ્રકાશમાં આવ્યું છે.

પોરબંદરના કુતિયાણાના ગોકરણ ગામનો મેણદ લુવા ગત તા.૬

ના રોજ ગુમ થયો હોવાની તેના પિતરાઈ ભાઈ રામદે લુવાએ કુતિયાણા પોલીસમાં જાહેર

કર્યું હતું. જેની તપાસમાં જૂનાગઢના અજય અરજણ લાંબાને પોલીસે અટકાયતમાં લઈ પૂછતાછ

કરતા જૂનાગઢના પાંચ શખ્સોના નામ ખુલ્યા હતા.

જેમાં હાલ એક આરોપી અજયની ધરપકડ કરવામાં આવી છે, બાકીના પાંચ આરોપીની શોધખોળ

ચાલુ છે.

૪૦ લાખનું સોનાની લેવડ-દેવદ મામલે હત્યા કરવામાં આવી

હતી. માધવપુરની એક પાર્ટી પાસે ૪૦ લાખના સોનાના બિસ્કીટ હતા, જે માત્ર ૨૦ લાખમાં આપી દેવાયા

હતા. જે મામલે આરોપીઓએ મરનારનો સંપર્ક કર્યો હતો, જે ૪૦ લાખના સોદા મામલે અગાવ ગાંધીગ્રામમાં બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં ૨૦

લાખ રોકડા બતાવીને તેના ફોટા સોનાવાળી પાર્ટીને બતાવ્યા હતા. જેથી તા.૬ ના રોજ

મરનાર યુવક જૂનાગઢ બસ સ્ટેન્ડમાં આવ્યો ત્યાંથી તેને આરોપીઓ બાયપાસ પર લઈ ગયા હતા, અહી ઘણો સમય રાહ જોઈ પરંતુ

સોનાની પાર્ટી ન આવતા આરોપીને લાગ્યું કે મરનાર યુવકે તેની સાથે દગો કર્યો છે, તેને લઈને મેણદને બાઈકમાં ઉઠાવી

પ્લાસવા ગામની સીમમાં હત્યા કરી લાશ દાટી દીધી હતી.

#Junagadh #Gujarati News #hatya #co
Here are a few more articles:
Read the Next Article