/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/de9cf8ba-8d67-4629-a597-35bf28839b20-copy.jpg)
ગુજરાત રાજ્યમાં વિશાળ દરીયાકાંઠે કચ્છ અને ખંભાતના બે અખાતો આવેલા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને દરિયાઇ માર્ગે જોડવા માટે પર્યાવરણ સંરક્ષિત અને સસ્તા જળ પરિવહન વિકસાવવાની વિપુલ તકો છે.
વર્ષ-૨૦૦૩ માં તજજ્ઞ દ્વારા તૈયાર કરવામાં આવેલ રીપોર્ટમાં દહેજ, ઘોઘા, હજીરા, પીપાવાવ અને જાફરાબાદ ખાતે રો-રો ફેરી સર્વિસ શરૂ કરી આ સેવાને મુંબઇ સુધી લંબાવી શકાય તેમ જણાવેલ છે.
રાજ્યમાં રો પેક્ષ ફેરી સેવા વિકસાવવાની વિપુલ શકયતાઓ ધ્યાને લઇને રાજ્ય સરકાર ધ્વારા પ્રથમ તબક્કામાં ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જિલ્લામાં આવેલ ઘોઘા અને દક્ષિણ ગુજરાત વિસ્તારના ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતના દહેજ બંદરની વચ્ચે ફેરી સર્વિસ ચલાવવાની બૃહદ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ટર્મિનલના બાંધકામ અને ડ્રેજીંગનો ખર્ચ સરકાર દ્વારા ભોગવીને ખાનગી એજન્સી દ્વારા ફેરી અને ટર્મિનલનું સંચાલન થાય તેમ નકકી થયેલ. સાઇઝ અને ક્ષમતાની દૃષ્ટિએ આ પ્રકારની યોજના દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમવાર હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે હાલનાં રસ્તા માર્ગનું ૩૬૦ કિમી (પરિવહન સમય આશરે ૭ કલાક) નું અંતર ઘટીને દરિયાઇ માર્ગે ૩૧ કિમી (પરિવહન સમય આશરે ૧ કલાક) જેટલું થશે અને પરિણામે ઇંધણના વપરાશમાં નોંધપાત્ર બચત અને કાર્બનડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ભારે ઘટાડો થશે. આ યોજના પરનાં ટ્રાફિકની ગીચતા અને અકસ્માતોમાં ઘટાડો તેમજ પ્રવાસન ઉદ્યોગના વિકાસને સારૂ પ્રોત્સાહન મળશે.
નૂતન વર્ષાભિનંદન સાથે નરેન્દ્ર મોદીએ સંબોધન ની શરૂઆત કરી હતી. તેઓ એ જણાવ્યું હતું કે, "જેવો અનુભવ ખેડૂતને પોતાની ફસલ જોઈને થાય છે તેવો અનુભવ આજે મને થાય છે, આ ફેરી નવા ભવિષ્યના દરવાજા ખોલશે, ઘોઘા દહેજ વચ્ચેની આ ફેરી સૌરાષ્ટ્ર અને દ.ગુ.ના કરોડો લોકોને નજીક લઈ આવશે."
તેઓ એ જણાવ્યું હતું કે, "હવે સાત કલાકનું અંતર સવા કલાકમાં થશે, અમે જેમ વર્ષોની મહેનત બાદ મુસીબતોનો સામનો કરી પ્રોજેકટ બનાવ્યો છે તેમ આવનાર વર્ષોમાં પણ થશે. મને વિશ્વાસ છે રો રો ફેરી સર્વિસ બીજા રાજ્યો માટે પણ પ્રેરણારૂપ રહેશે, આજે ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટનો ભાગ 35 ટકા છે. જ્યારે જળ માર્ગ કે સૌથી સસ્તો છે તે માત્ર 6 ટકા છે. આ સ્થિતિ બદલવાનો સંકલ્પ લેવો પડશે. દેશ આઝાદ થયો 1947માં અને પોર્ટની પોલિસી બની 1995માં, કેટલો વિલંબ થયો. "