/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/asdsad-copsady.jpg)
ઝગડીયા તાલુકાના ઉચેડિયા ગામે માછી પટેલ સમાજના ૧૭માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, માછી સમાજના ૧૫ ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સતત ૧૭મી વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉચેડિયા ખાતે આજરોજ ૧૭માં સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, સમાજના પ્રમુખ ધનસુખભાઇ પટેલ (જુના બોરભાઠા બેટ ) તથા યુવા ઉપપ્રમુખ મહેશભાઈ પથારી (ઉચેડિયા)એ જણાવ્યું હતું કે હાલના મોંઘવારીના સમયમાં સમાજનો નાના માં નાનો પરિવાર તેના જીવનના અગત્યના પ્રસંગ એવા લગ્ન માં ખર્ચ કરી શકતો નથી અને કરે છે. તો પણ તેની લગભગ જીવનમાં એક્ઠી કરેલ મૂંડી લગ્ન પાછળ ખર્ચ થઇ જતી હોઈ છે ત્યારે ૧૫ ગામ માછી પટેલ સમાજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષ થી સમૂહ લગ્નનું આયોજન થઇ રહ્યું છે.
સમૂહ લગ્નમાં ભાગ લેનાર પરિવારને સમુહ લગ્નોત્સવ એક આશીર્વાદ સમાન સાબિત થયો છે, સમાજના પરિવારોના અગણિત રૂપિયા સમુહ લગ્નોત્સવના આયોજનના કારણે બચ્યા છે. આજરોજ ઉચેડિયા ખાતે યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં ૨૪ યુગલો જે લગ્ન ગ્રંથિથી બાંધ્યા હતા તેમને સમાજના લોકો દ્વારા તથા તાલુકા જિલ્લાના આગેવાનો દવારા નવપરણિત યુગલોને જીવન જરૂરીયાતમાં આવે તેવી નાને થી લઇ મોટી ૬૦ જેટલી અલગ અલગ વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી. સમૂહ લગ્નમાં આવેલ સમાજના લોકો તથા આમંત્રીત મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, આશરે ૧૨૦૦૦ લોકોનું જમવાનું આયોજન ઉચેડિયા ખાતે કરવામાં આવ્યું છે.
નાને થી લઇ મોટા બધાજ સમૂહ લગ્નના આયોજન માં લાગી પડ્યા હતા, યુવાનો યુવતીઓ પણ સ્વયંસેવક બની મહેમાનોનું માર્ગદર્શન કરતા નજરે પડ્યા હતા. મહેમાનો માટે પાર્કિંગ થી લઇ મહેમાનને બેસવાની, જમવાની તમામ વ્યવસ્થા આયોજન બદ્ધ રીતે કરવામાં આવી હતી, માછી સમાજના ગામે ગામથી સમાજના લોકો પધાર્યા હતા. ઉચેડિયા ખાતે યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં ૨૨ લોકસભાના બીજેપી ના ઉમેદવાર મનસુખભાઇ વસાવા તથા ગુજરાત પ્રદેશ બીજેપીના મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, મનસુખભાઈ વસાવાએ પ્રભુતામાં પગલાં માંડનાર નવયુગલોને આશીર્વચન આપી તેમના સફળ જીવનની શુભેચ્છા પાઠવી હતી.