New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/IMG-20180216-WA0010.jpg)
ઝઘડીયાનાં નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત ઘી દીવાન ધનજીશા હાઈસ્કૂલનાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલ ઓ પી કોહલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ પી કોહલી સાથે રાજ્યનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ ભાજપનાં મહામંત્રી ભરતસિંહ પરમાર, નૂતન કેળવણી મંડળનાં પ્રમુખ રણજીતસિંહ પરમાર, મંત્રી કિરીટ કે. ગાંધી સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ ઓ પી કોહલીએ તક્તીનું અનાવરણ કરીને ઘી દીવાન ધનજીશા હાઈસ્કૂલનાં શતાબ્દી મહોત્સવો પ્રારંભ કરાવ્યો હતો.
Latest Stories