ઝઘડીયા ભાજપનાં ઉમેદવાર સામે જેડીયુનાં ઉમેદવારનાં પત્નીની પોલીસ ફરિયાદથી ચકચાર

New Update
ઝઘડીયા ભાજપનાં ઉમેદવાર સામે જેડીયુનાં ઉમેદવારનાં પત્નીની પોલીસ ફરિયાદથી ચકચાર

ઝઘડીયામાં જેડીયુ માંથી ઉમેદવારી કરનાર છોટુ વસાવા અને તેમના પરિવારજનોએ ભાજપ ઉમેદવાર સામે આક્ષેપો કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકારણ ગરમાયુ છે.

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા સામે તેમના જ નામનાં ઉમેદવારને છોટુ અભેસિંગ વસાવાને જેડીયુ માંથી ઝઘડીયાની બેઠક પરથી ઉભા રાખવામાં આવ્યા હતા. જોકે તેમની પત્ની મધુમતીબેને ભાજપનાં ઉમેદવાર રવજી વસાવા સહિત છ શખ્સો સામે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મધુમતીબેને પોલીસ ફરિયાદમાં આક્ષેપો કર્યા હતા કે તેમના પતિ છોટુ વસાવાને ભાજપનાં ઉમેદવાર દ્વારા ડમી ઉમેદવારી કરવાનું જણાવીને જેડીયુ માંથી ઉમેદવારી ફોર્મ ભરાવ્યું હતુ, અને ધાકધમકી આપીને તેઓને ગોંધી રાખ્યા હોવાનાં આક્ષેપો પોલીસ ફરિયાદમાં કર્યા હતા.

આ ફરિયાદ થી રાજકરણ ગરમાયુ છે, અને આ અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Latest Stories