ઝઘડીયાનાં તલોદરા ગામ ખાતે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયુ

New Update
ઝઘડીયાનાં તલોદરા ગામ ખાતે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયુ

ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

તલોદરા ગામનાં અગ્રણી રવજીભાઈ વસાવા, અને તેમના પુત્ર ટીનાભાઇ વસાવાનાં સહયોગ થી ગ્રામજનોને નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.publive-imageઆ પ્રસંગે કામદાર સમાજનાં આગેવાન એડવોકેટ ડી.સી.સોલંકી, રજનીશ સિંહ તથા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિનાં મુકેશભાઈ ભગત તથા ઉર્મિલાબેન ભગત, અશોકભાઈ, કલ્પેશભાઈ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Latest Stories