/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/a074131e-b36d-4558-8239-22cb376e2f60.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડ પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ થી સંવાદ કર્યો હતો. અને પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવની સ્થિતિ માંથી કેવી રીતે મુક્ત થવું તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
રેડિયો અને દૂરદર્શનનાં માધ્યમથી પ્રધાનમંત્રી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે સંવાદ કર્યો હતો.
ત્યારે ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા ખાતે ઘી દીવાન ધનજીશા શાળાનાં શતાબ્દી મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેલા રાજ્યનાં રાજ્યપાલ ઓપી કોહલી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય અરૂણસિંહ રણા , જિલ્લા કલેકટર સંદિપ સાંગલે , જિલ્લા પોલીસવડા સંદિપ સિંગ સહિતનાં આગેવાનોએ વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનાં સંવાદ કાર્યક્રમને માણ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ વિદ્યાર્થીઓ ને ચિંતા થી મુક્ત થઈને પરીક્ષાની તૈયારી કરવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ,અને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી.