/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/27205933/maxresdefault-447.jpg)
સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ મેગા એકઝિબીશનનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયો હતો. ત્રણ દિવસ ચાલનારા એકઝિબીશનમાં 200થી વધુ સ્ટોલ્સ ઉભા કરાયાં છે. જેના થકી વધુ ઉદ્યોગો લાવી સ્થાનિક રોજગારી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભારત
સરકારના એમ.એસ.એમ.ઈ.અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક મેગા
એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતું.ત્રણ દિવસ ચાલનારા આ એક્ઝિબીશનમાં 200 જેટલા વિવિધ
સ્ટોલ રાખવામાં આવ્યા છે. ઉદઘાટન સમારંભમાં BAPS સ્વામિ નારાયણ સંસ્થાના બ્રહ્મવિહારી
સ્વામી, ઝિમ્બાબ્વે સરકારના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના મંત્રી રાજ મોદી, પ્રદેશના
ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, GIDC ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, અગાઉની સરકાર દ્વારા સૌરાષ્ટ્રને અન્યાય કરવામાં આવતો હતો. ત્યારે તે વખતના મુખ્યમંત્રી અને હાલના
વડાપ્રધાન દ્વારા તે સમયે નર્મદા માં પાણી સૌરાષ્ટ્ર અને ક્ચ્છને મળે તે માટે નું
સપનું જોયું હતું અને તે સાકાર પણ કર્યું. ઉદ્યોગ થકી લોકોને રોજગારી મળી રહે છે.
તે માટે ઉદ્યોગ મહત્વના છે.MSME માટે બેંક દ્વારા બને
તેટલી ઝડપથી લોન મળે તે રીતે કાર્ય કરી રહી છે. ઝાલાવાડની ધરતી ઉપર ડોલર ઉગે તે
માટે સરકાર પ્રયત્નશીલ છે.