ડીજીટલ ઇન્ડિયા માં હવે ખરીદી પણ આધુનિક બનશે 

New Update
ડીજીટલ ઇન્ડિયા માં હવે ખરીદી પણ આધુનિક બનશે 

રોકડ કે ક્રેડીટ કાર્ડ થી જ નહિ પરંતુ માત્ર સ્માર્ટ ફોન ના માધ્યમ થી એક ક્લિકમાં જ પેમેન્ટ ચૂકવી શકાશે

દેશમાં કોઈ પણ ખરીદી તેમજ બીલ નું ભુગતાન હવે રોકડ કે ક્રેડીટ કાર્ડ ફ્રી કરવા તરફ સરકાર પ્રયાસ કરી રહી છે.નકલી ચલણી નોટો તેમજ બે નંબરી ખરીદીને તિલાંજલિ આપવા માટે આવનાર સમય માં આધુનિક સીસ્ટમ કાર્યરત કરવમાં આવે તેમ સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાં સમર્થન માં ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ (NPCI) દ્વારા યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ સીસ્ટમ નો પ્રારંભ કરવાની તૈયારી માં છે.આ સુવિધામાં રોકડ અને ક્રેડીટ કાર્ડ થી કરવામાં આવતી ચુકવણી જેટલું જ સરળ છે.સ્માર્ટ ફોન પર બેંક તરફ થી આપવામાં આવેલ ઈમેલ આઈડી સહિત ની એક ઓળખ ગ્રાહકો ને આપવામાં આવશે.જેના થકી વર્ચુઅલ આઈડેન્ટિટી એટલે કે ઈમેલ આઈડી કેશ કાઉન્ટર પર ગ્રાહકે આપવાનો રેહશે,અને દુકાનદાર ની પોતાની ફાઈનાન્શીયલ આઈડી હશે,અને UPI ની મદદ થી બીલ બનાવીને મોબાઈલ પર મંજુર કરવા મોકલશે,જેને ગ્રાહકે મંજુર કરતાજ એક ક્લિક થી પેમેન્ટ દુકાનદાર નાં ખાતા માં ટ્રાન્સફર થઇ જશે.

ઉલ્લેખનીય છે કે આ સીસ્ટમ કાર્યરત થતા નકલી ચલણી નોટો તેમજ બે નંબરી ખરીદી પર રોક લાગી શકશે જે વ્યવહારો દેશ ના હિત માં રહેશે.

Latest Stories