/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dahej-e1563858141679.jpg)
દહેજના દરિયા કિનારાના ભાગોમાં મોટા પાયે મીઠા ઉદ્યોગ ચાલે છે. દહેજ પાસે પારેશ્વર વિસ્તારમાં ખેતીલાયક જમીનો પણ આવેલી છે. જ્યાં હાલ પશુપાલકોનો વસવાટ કરે છે. જેમાં રહેતા પશુપાલક કાબાભાઇ ભવનભાઇ ભરવાડે પારેશ્વર ગામની જમીનમાં બિન અધિકૃત રીતે મીઠાના અગરોનું કામકાજ ચાલતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
દહેજમાં વર્ષો પહેલાં મીઠાના ઉદ્યોગ માટે જમીન ફાળવણીની પક્રિયા દરમિયાન પારેશ્વર ગામની જમીન મીઠી અને ખેતીલાયક હોવાના કારણે સરકારે તેને અગરો માટે લીઝની ફાળવણીમાંથી બાકાત રાખી હતી. જાકે વર્ષો પછી આ જમીનમાં મીઠાના અગરો માટેનું કામકાજ શરૂ થતાં આ પંથકમાં રહેતા પશુપાલકોમાં રોષ ઉભો થયો છે. પારેશ્વર ખાતે રહી પશુપાલન કરતા કાબાભાઇ ભવનભાઇ ભરવાડે આજરોજ જિલ્લા કલેકટરને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી. કાબાભાઇ ભરવાડની રજૂઆત મુજબ પારેશ્વર ગામની સર્વે નં.૯૬૩ પૈકી ૧પ૦૪/૧ અને ૨ ની જમીનમાં બીનઅધિકૃત રીત અગરોનું કામ–કાજ ચાલી રહયું છે. આ વિસ્તારમાં પશુપાલકોની ૧૦૦ વીંઘા જેટલી જમીન આવેલી છે. બરાબર તેની બાજુમાં પશુપાલકોની જાણકારી વિના આ બાંધકામ થઈ રહયું છે. તેવો દાવો કરી કાબાભાઇ ભરવાડ સહિતના પશુપાલકોએ મીઠાના અગરના કામને તત્કાલિન ધોરણે અટકાવવાની માંગ ઉઠાવી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં પણ આ પ્રકારની હરકત હાથ ધરાઈ હતી. જેમાં પશુપાલકોએ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરીયાદ કરી હતી. આ ફરીયાદમાં જે જમીનમાં તુવેર, ઘઉં, જુવાર, કપાસ, ચણા જેવા પાકો થાય છે તેવી જમીન રાજકીય વગનો ઉપયોગ કરી મીઠાના અગર બનાવવા માટે પડાવી લેવાની વૃત્તિ ચાલતી હોવાની ફરીયાદ ઉઠાવી હતી. આ ફરિયાદ બાદ મીઠા અગરના માલિકોની ગતિ બંધ થઈ હતી. જા કે પાંચ વર્ષ બાદ પુનઃ આ કામગીરી સામે આવતા પશુપાલકોએ તેને અટકાવવા માટેની માંગ કરી છે.