/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/hqdefault.jpg)
દિલ્હીમાં ફૂડ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવી હતી.
પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે ભારત આજે વિશ્વની સૌથી ઝડપી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માંથી એક છે. વધુમાં મોદીએ સહૂલિયન 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' પર વિશ્વ બેંકનાં રિપોર્ટંમાં ભારતનાં રેકિંગમાં થયેલા શાનદાર સુધારાનો પણ ઉલ્લેખ કર્યો. અને ભારત GST અને અન્ય આર્થિક સુધારાઓના કારણે ભારતના વેપારના માહોલમાં સુગમતા આવી હોવાની જણાવ્યુ હતુ.
જાણીતા સેલીબ્રિટી શેફ સંજીવ કપૂરને ગ્રેટ ઇન્ડિયન ફૂડ સ્ટ્રીટનાં બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. અને ફૂડ ઇન્ડિયામાં તેઓ ખિચડી તૈયાર કરશે. ખિચડી દેશભરમાં ગરીબો અને અમીરોનું પસંદગીનું ભોજન છે. તૈયાર થયા બાદ આશરે 60 હજાર અનાથ બાળકોને ખિચડી પીરસવામાં આવશે. એની સાથે જ કાર્યક્રમમાં હાજર મહેમાનો પણ એનો સ્વાદ લઇ શકશે.