દિલ્હીમાં ફૂડ ફેસ્ટિવલ દરમિયાન 1100 કિલો ખીચડી બનાવવાનો રેકોર્ડ સ્થપાયો

New Update
દિલ્હીમાં ફૂડ ફેસ્ટિવલ દરમિયાન 1100 કિલો ખીચડી બનાવવાનો રેકોર્ડ સ્થપાયો

દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'વર્લ્ડ ફૂડ ઇન્ડિયા'નાં બીજા દિવસે ઇન્ડિયા ગેટની પાસે 1100 કિલો ખીચડી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. જાણીતા શેફ સંજીવ કપૂરની માર્ગદર્શન હેઠળ 200 થી વધારે શેફે ખીચડી બનાવી હતી. આ પ્રસંગે ગિનિસ બુકનાં અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ ખાસ પ્રસંગે યોગ ગુરૂ બાબા રામદેવ સહિત અનેક મનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ખીચડીને એક વિશાળ કઢાઈ સ્ટીમમાં રાંધવામાં આવી હતી. ખીચડીને તૈયાર કરવા માટે 800 કિલોગ્રામ અનાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખીચડીમાં દાળ, ચોખા, બાજરી, મગની દાળ સહિત 100 કિલોગ્રામ શુદ્ઘ ધીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રીતે 1100 કિલોગ્રામ ખીચડી તૈયાર કરવામાં આવી હતી. આ ખીચડીનું જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવવામાં આવ્યુ હતુ.

Latest Stories