દિલ્હીમાં રાષ્ટ્ર્પતિ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આપી સલામી

New Update
દિલ્હીમાં રાષ્ટ્ર્પતિ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આપી સલામી

દેશભરમાં 69માં ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.44 વર્ષ પછી ગણતંત્ર દિવસની પરેડમાં એકથી વધારે વિદેશી મહેમાનો સાક્ષી બન્યા છે. તેમાં 10 ASEAN દેશોનાં પ્રમુખ સામેલ થશે. 90 મિનિટની આ પરેડમાં પહેલી વાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ ની વુમન મેમ્બર્સે બાઈક સ્ટંટ રજૂ કર્યા હતા. બ્લેકમની પર પ્રદર્શન અને પીએમની રેડિયો શો 'મન કી બાત' ગણતંત્ર દિવસનો ભાગ બન્યા હતા. ગણતંત્ર દિવસે પીએમ મોદીએ અમર જવાન જ્યોત પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો,અને શહીદ ગરુડ કમાન્ડો જેપી નિરાલાનાં પરિવારને અશોક ચક્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવુક થઈ ગયા હતા.

જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 69માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે સવારે 10 વાગ્યે ગણતંત્રની પરેડ શરુ થઇ હતી,જેમાં ઓલ ઈન્ડિયા રેડિયોનું પ્રર્દશન પરેડનો એક ભાગ બન્યો હતો. તેમાં પીએમ નરેન્દ્ર મોદીના 'મન કી બાત'ને પણ દર્શાવવામાં આવી હતી.

પરેડમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું પણ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં નોટબંધી, બ્લેકમની વિરુદ્ધ કરવામાં આવેલા કેમ્પેઈન વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઓપરેશન ક્લીન મની અંતર્ગત બતાવવામાં આવ્યું હતુ.

આ ઉપરાંત દેશનાં તમામ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી પણ રજુ કરવામાં આવી હતી.

Latest Stories