ભરૂચ નજીક ને.હા.નં 8 પર જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે ગોઝારા અકસ્માતમાં ભદ્રેશા પરિવારનો માળો પીંખાયો

New Update
ભરૂચ નજીક ને.હા.નં 8 પર જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે ગોઝારા અકસ્માતમાં ભદ્રેશા પરિવારનો માળો પીંખાયો

નવ પરણિત દંપતી સાંસારિક જીવન શરુ કરે તે પહેલા જ વિખૂટું પડયુ , વરરાજાનાં માતા પિતા તેમજ દુલ્હન સહિત ચારનાં મોત

publive-image

ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 નબીરપુર પાસે દ્વારકા થી જાન લઈને પરત ફરતા ભદ્રેશા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.તેઓની જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લગ્નની ખુશી શોકમાં ફેરવાય ગઈ હતી.

publive-image

જાણવા મળ્યા મુજબ સુરતનાં ભદ્રેશા પરિવાર દ્વારકા ખાતે થી લગ્ન પ્રસંગ પૂરો કરીને ખાનગી બસમાં સુરત પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન નબીપુર પાસે તેઓને કાળ ભરખી ગયો હતો.

જાનૈયાઓ થી ભરેલી બસ હાઇવે પર ઉભેલી ટ્રકમાં ભટકતા અકસ્માત સર્જાયો હતો, અને લગ્ન પ્રસંગની ખુશી શોકમાં ફેરવાય ગઈ હતી.સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાનાં સાંસારિક જીવનની શરૂઆત કરે તે અગાઉ જ નવ દંપતી વિખૂટું પડ્યું હતુ,અને દુલ્હન હિમાનીનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતુ.publive-imageજોકે વરરાજા સંજયનાં પિતા તુલસીભાઇ અને માતા ગીતાબેન તેમજ ફુવાજી પણ અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયા હતા.જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે નબીપુર હાઇવે પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો, અને બનાવ અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવી છેpublive-imageઘટનાની ગંભીરતાને જાણી ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, અને ઇજાગ્રસ્તોની મુલાકત લઈને મૃતકોનાં પરિવારજોને સાંત્વના પાઠવી હતી. publive-image

Latest Stories