New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/maxresdefault-41.jpg)
નર્મદા જિલ્લાના વાવડી ગામે એક ટાટા મેજિક ટેમ્પો અને મારૂતિ વાનમાં એકાએક આગ લાગવાના બનાવથી ભાગદોડ મચી જવા પામી હતી.
ઘટના અંગે મળતી વિગત અનુસાર નર્મદા જિલ્લાના વાવડી ગામે એકાએક રોડ ઉપરથી પસાર થતા ટાટા મેજીક અને મારૂતિ વાનમાં આગ ભભૂકી ઉઠી હતી.પ્રાથમિક ધોરણે આ આગ ગાડીમાં રહેલ ગેસ કીટના કારણે લાગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એકાએક લાગેલ આગના પગલે વાહન ચાલકોમાં ભાગદોડ મચી જવા સાથે ગ્રામજનો એકત્રીત થઇ ગયા હતા.
ગ્રામજનો દ્વારા આ આગ ફેલાતી અટકાવવા પાણી અને રેતી નાંખી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવા સાથે સમયસુચકતા વાપરી નજીકના મકાનમાં તેમજ આ વાહનોની નજીક માં રહેલ એક ફોરવ્હીલને પણ દુર કરી હતી આગ ફેલાતી રોકી હતી.
Latest Stories