નર્મદા જિલ્લાનાં ખમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર યુવાનોનાં કરુણ મોત 

નર્મદા જિલ્લાનાં ખમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર યુવાનોનાં કરુણ મોત 
New Update

નર્મદા જિલ્લાનાં ખામર ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં ચાર યુવકોનાં કરુણ મોત નિપજ્યા હતા.એક જ ગામનાં ચાર યુવકોનાં મોત થતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

રાજપીળાનાં વડીયા વિસ્તારમાં રહેતા ચાર મિત્રો સ્વીફ્ટ કાર લઈને કામ અર્થે ડેડીયાપાડા ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટ્રક સાથે અકસ્માત થતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અને ચારેય મિત્રો મોતને ભેટ્યા હતા.

ઘટના અંગેની જાણ રાજપીપળા ખાતે થતા ભારે શોકનું વાતવરણ સર્જાય ગયુ હતુ,પોલીસ દ્વારા ચારેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article